ગુજરાતમાં રાત્રી કર્ફ્યૂ આગામી 4 જૂન સુધી લંબાવવાની સત્તાવાર જાહેરાત
ગુજરાતમાં રાત્રી કર્ફ્યૂ આગામી 4 જૂન સુધી લંબાવવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. 27 મેના દિવસે કર્ફ્યુનો સમય પુરો થઈ રહ્યો હતો. જે બાદ સરકારે કર્ફ્યુનો સમય લંબાવીને 4 જૂન કરી દીધો છે.
નાના અને મધ્યમ વર્ગીય વેપારીઓને સવારના 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની છૂટ તેમજ રાત્રી કરફ્યૂ એક કલાક ઘટાડયા બાદ હવે હોટેલ અને રેસ્ટોરન્ટને 12 કલાક ખુલ્લા રાખવાની છૂટ આપી દેવાઈ છે. હોટેલ અને રેસ્ટોરન્ટ હવે સવારના 9 વાગ્યા થી રાત્રીના 9 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. જો કે આ સમયગાળા દરમિયાન હજુ કોઈ વ્યક્તિ હોટલ કે રેસ્ટોરન્ટમાં બેસીને જમી શક્શે નહીં. આ 12 કલાક દરમ્યાન પાર્સલ સુવિધા ચાલુ રહેશે. ગુજરાત ગૃહ વિભાગ દ્વારા રાજ્યમાં કરફ્યુને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જેમાં જણાવાયું છે કે હોટેલ રેસ્ટોરન્ટ ટેક અવે અને હોમ ડિલિવરી સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી કરી શકાશે.
આ જાહેરનામું 4 જૂન સુધી અમલી રહેશે.