ગુજરાત ના 36 શહેરો માં કરફ્યુ તેમજ 18 મે સુધી આંશિક લોકડાઉન યથાવત
કોર કમિટિની આ મહત્વપૂર્ણ બેઠકમાં ગુજરાતના 36 શહેરોમાં રાત્રી કફર્યૂ 18 મે સુધી લંબાવાયો જે રાત્રીના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રહેશે. ગુજરાતને આવનારી આ ત્રીજી લહેરથી બચાવવા રાજ્યમાં હાલ વધુ એક અઠવાડિયા માટે મીની લોકડાઉન લંબાવાયું છે.
રાજ્ય સરકારે સમગ્ર પરિસ્થિતીનો કયાસ કાઢીને અને નાગરિકોને વધુ સલામતિ આપવાના આશયથી રાત્રિ કરફયુ સહિતના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ લંબાવવાનો નિર્ણય કર્યો છે.
કોર કમિટિની આ મહત્વપૂર્ણ બેઠકમાં રાજ્યમાં હાલ ૩૬ શહેરોમાં રાત્રિ કરફયું સહિતના રાજ્યમાં જે નિયંત્રણો ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભમાં લાગુ કરવામાં આવ્યા છે તે અંગે પણ ગહન ચર્ચા-વિચારણા હાથ ધરાઇ હતી . મુખ્યમંત્રીએ આ અંગે સ્પષ્ટ જણાવ્યું કે ગુજરાતમાં કોરોના કેસો વધ્યા નથી પરંતુ સમગ્ર દેશમાં કોરોના સંક્રમણની વ્યાપકતા ધ્યાનમાં લઇને ગુજરાત સરકારે રાજ્યના સૌ નાગરિકોને સલામત-સુરક્ષિત રાખવા તેમજ ઓછામાં ઓછી તકલીફ પડે તેથી રાત્રિ કરફયુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ માટે યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.