રાજ્ય માં 5 મે સુધી 29 શહેર માં રાત્રી કર્ફ્યૂ
ભારત સરકારના ગૃહ મંત્રાલયની 26 એપ્રિલની માર્ગદર્શિકાને ધ્યાનમાં લઇને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્ત્વનો નિર્ણય કર્યો છે અને આ નિર્ણય મુજબ રાજ્યમાં 29 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ તા. 28 એપ્રિલથી 5 મે સુધી કરવામાં આવશે.
આ 29 શહેર જેમાં સમાવેશ થાય છે, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, જૂનાગઢ, નવસારી, ભાવનગર, વેરાવળ સોમનાથ, આણંદ,મહેસાણા, પાટણ, ગોધરા, દાહોદ, ગાંધીધામ, મોરબી,સુરેન્દ્રનગર, નડિયાદ, ભરુચ, અમરેલી, હિંમતનગર, પાલનપુર, વલસાડ, પોરબંદર, જામનગર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને ભુજ.
- ધાર્મિક સ્થળોને બંધ કરવા માટેનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તો બીજી તરફ પૂજા વિધિ માટે પણ જાહેર જનતાના મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મંદિરના સંચાલકો અને પૂજારી જ પૂજાવિધિ કરી આપશે.
- પબ્લિક બસ પણ માત્ર 50% મુસાફરો સાથે ચાલુ રહી શકશે
- લગ્ન પ્રસંગમાં પણ માત્ર 50 લોકો હાજર રહી શકશે
- અંતિમવિધિ માટે 20 વ્યક્તિઓને એકઠા થવાની છૂટ આપવામાં આવી છે.
- કર્ફ્યૂ દરમિયાન APMC બંધ રહેશે અને માત્ર શાકભાજી અને ફળના વેચાણની કામગીરી માટે જ તે ખુલ્લું રાખવામાં આવશે
- અનાજ – કરિયાણાની દુકાન , શાકભાજી , ફળ – ફળાદી , મેડિકલ સ્ટોર , દૂધ પાર્લર , બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે
- મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, ગુર્જરી બજાર, સિનેમા હોલ, ઓડિટોરિમય, જીમ, સ્વીમિંગ પુલ, વોટરપાર્ક, જાહેર બાગ-બગીચાઓ, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે.
- રેસ્ટોરેન્ટ બંધ રહેશે માત્ર પાર્સલ સુવિધા જ ઉપલબ્ધ થઈ શકશે