શું મોટરના ડ્રાઇવીંગ લાયસન્સ માટે આરટીઓ જવાની અને તેના ટેસ્ટ આપવાની જરુર રહેશે નહી?
શુક્રવારે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ડ્રાઇવિંગ તાલીમ કેન્દ્રોની માન્યતા માટે એક જાહેરનામા નો ડ્રાફ્ટ બહાર પાડયો છે. જે મુજબ આગામી સમયમાં મોટરના ડ્રાઇવીંગ લાયસન્સ માટે આરટીઓ જવાની અને તેના ટેસ્ટ આપવાની જરુર રહેશે નહી.જેમાં સરકાર માન્ય ડ્રાઇવીંગ સ્કુલોને જ ડ્રાઇવીંગ લાયસન્સની સતા આપવામાં આવશે. જો કે આ માટે ડ્રાઇવીંગ લાયસન્સ સેન્ટરને ખાસ પ્રકારનું એક્રીડીએશન જરુરી રહેશે એટલે કે ચોકકસ પ્રકારની સુવીધા ટેસ્ટ વગેરેને ક્ષમતા ધરાવતુ હશે. તેનેજ આ પ્રકારના લાયસન્સની સત્તા આપવામાં આવશે.
સરકાર દ્વારા તા. 29 જાન્યુ. ના રોજ આ અંગેનો એક ડ્રાફટ પેપર તૈયાર કરાયુ છે. અને તેના ઉપર ચર્ચા બાદ આગામી સમયમાં નીર્ણય લેવાશે. વાહન-વ્યવહાર મંત્રાલય દ્વારા હાલ રોડ સેફટી મંથની ઉજવણી કરવામાં આવી રહી છે અને લોકોને માર્ગોની સલામતી માટે જાગૃત કરવામાં આવશે.
સરકાર એવુ પણ માને છે કે જે ડ્રાઇવીંગ લાયસન્સ સ્કુલ કે સેન્ટર છે તેના ડ્રાઇવર પણ ખાસ તાલીમબધ્ધ હોવા જરુરી છે જે આ પ્રકારની ટેસ્ટ માટે યોગ્ય ક્ષમતા ધરાવતા હોય અને તે જે ડ્રાઇવીંગ લાયસન્સ ઇસ્યુ કરે તે આરટીઓ જેવા માપદંડના અમલ બાદ કરશે તેવુ મનાય રહયુ છે.