ગુજરાત ઇલેકટ્રીક વ્હીકલ પોલિસી-ર૦ર૧ માં 1.50 લાખ સુધી ને સબસીડી
આજે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ 4 વર્ષ માટેની ઇલેકટ્રીક વાહન પોલીસીની જાહેરાત કરી અને જણાવ્યું કે ઇલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન આપીને પ્રદુષણને કાબુમાં લેવાના આશયથી સરકારે મહત્વકાંક્ષી પોલીસી ઘડી છે. જે આવતા ચાર વર્ષ માટે અમલી બનશે.
આ નવી નીતિ હેઠળ ટુ વ્હીલર ઇલેકટ્રીક વાહન માટે Rs. 20000/-ની સબસીડી આપવામાં આવશે. જયારે થ્રી વ્હીલર ઇલેકટ્રીક વાહન માટે Rs. 50000/- અને ફોર વ્હીલર ઇલેકટ્રીક વાહન માટે Rs. 1,50000/-ની સબસીડી આપવામાં આવશે. આ સિવાય ઇલેકટ્રીક વાહનો માટે ચાર્જીંગ સ્ટેશન ઉભા કરવા માટે પણ ખાસ સબસીડી જોગવાઇ નક્કી કરવામાં આવી છે. પેટ્રોલીયમ પેદાશોના ઉંચા ભાવ ઉપરાંત તેનાથી વધતાં પ્રદુષણ ને ઘ્યાનમાં રાખીને કેન્દ્રથી માંડીને રાજય સરકારો ઇલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા માટે નીતિ ઘડતા રહ્યા છે.
રાજયમાં 500 ચાર્જીંગ સ્ટેશન શરૂ કરાશે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતને પ્રદૂષણ મુક્ત કરવાનો જે નિર્ધાર છે તેમાં આ ઈ વાહન પોલીસી મદદરૂપ બનશે. હાલ 250 જેટલા ચાર્જીંગ સ્ટેશનની મંજુરી અપાઈ છે અને વધુ 250ને આપી દેવાશે. ઉપરાંત બેટરી સ્વેપીંગની કામગીરી પણ શરૂ કરાશે અને આ માટે ખાનગી ક્ષેત્રને ખાસ સુવિધા અપાશે.