ગુજરાતનાં 20 શહેરોમાં રાત્રે 8 થી સવારે 6 સુધી કર્ફ્યૂં રહેશે
આજે હાઇકોર્ટની ટકોર બાદ મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠક બાદ પત્રકાર પરિષદ સંબોધી હતી. વિજય રૂપાણી એ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, કોરોના વકરી રહ્યો અને કુલ કેસનાં 60 ટકા કેસ ચાર મહાનગરોમાંથી આવી રહ્યા છે. તેથી ગુજરાતમાં રાત્રી કર્ફ્યૂમાં વધારો કરવામાં આવ્યો છે. હવે રાત્રી કર્ફ્યૂ રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રહેશે. જે માત્ર ચાર મહાનગરોમાં જ નહી પરંતુ ગુજરાતનાં 20 શહેરોમાં લાગુ પડશે. જુનાગઢ, જામનગર, ભાવનગર અને ગાંધીનગર , વડોદરા, સુરત, અમદાવાદ, રાજકોટ , આણંદ, નડીયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભુજ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે.
તેમજ લગ્નમાં અત્યાર સુધી 200 લોકોની છુટ હતી જે હવે ઘટાડીને 100 લોકો કરવામાં આવશે. આ ઉપરાંત તમામ રાજકીય અને સામાજીક મેળાવડા 30 એપ્રીલ સુધી સ્થગીત કરીએ છીએ. 50થી વધારે સંખ્યામાં કોઇ પણ પ્રસંગમાં કરી શકવામાં આવી શકશે.
ગાંધીનગર અને મોરવા હડફમાં કોઇ પણ નિયમ લાગુ નહી પડે. અન્ય ગુજરાતમાં રાજકીય અને સામાજીક મેળાવડા સંપુર્ણ પ્રતિબંધિત રહેશે. 50થી વધારે લોકોને મંજુરી નહી રહે. આ ઉપરાંત ટેસ્ટિંગ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ટ્રેસિંગને પણ ખુબ જ મહત્વ આપવામાં આવશે. કન્ટેઇનમેન્ટ ઝોન અંગે પણ વધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે વિસ્તારમાં કલેક્ટર અથવા કમિશ્નર નક્કી કરશે તેને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં વધારો કરવામાં આવશે.
રેમેડિસિવિર ઇન્જેક્શન 3 લાખ ઇન્જેક્શનનો સરકારે ઓર્ડર આપી દીધો છે. ખુબ જ ઝડપથી તેનો સપ્લાય ચાલુ થાય તેવો પ્રયાસ સરકાર કરી રહી છે. સરકારી દવાખાનામાં ફ્રી અપાશે. ખાનગી હોસ્પિટલમાં નફો ન નુકસાનના ધોરણે અપાશે. જ્યાં જરૂર હશે તે પ્રકારે ઇન્જેક્શન 2 દિવસમાં જોઇએ તેટલા મળશે. ઓક્સિજનની માંગ વધી છે ત્યારે સરકારે નિર્ણય લીધો છે કે, ઓક્સિજનનું જે લોકો ઉત્પાદન કરે છે તેને 70 ટકા ઓક્સિજન કોરોના સંદર્ભમાં આરોગ્ય વિભાગ માટે રિઝર્વ રાખવામાં આવશે. 30 ટકા ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે અપાશે.