વડોદરા ના ટુરિઝમ ને વેગ મળે તેવા સંજોગો ઉભા થયા છે !!
આજે કેવડિયા માટે ની 8 ટ્રેન ની શરૂઆત થતા જ વડોદરા ના ટુરિઝમ ને વેગ મળે તેવા સંજોગો ઉભા થયા છે. વડોદરા થી કેવડિયા માત્ર 85 કિલોમીટર દૂર છે અને રોડ, હવાઈ માર્ગ અને ટ્રેન કનેક્ટિવિટી ના હિસાબે સૌથી મોટું શહેર છે. આખા ભારત ના વિવિધ પ્રાંતો માં થી સહેલાણી ઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર જોવા આવશે અને સાથે જો વડોદરા માં પણ થોડા પ્રયાસો કરવામાં આવે તો આ પ્રવાસી ઓનું ધ્યાન વડોદરા તરફ ખેંચી ને તેમને આકર્ષી શકાય છે.
આમાટે સૌથી મહત્વ નુ આકર્ષણ – સુરસાગર તેમજ તેની મધ્ય માં આવેલ શ્રી સર્વેશ્વર મહાદેવ ની સુવર્ણ જડિત પ્રતિમા બની શકે છે. જેનું હાલ માં કામ ચાલી રહેલ છે, તેમજ આજ રોજ ન્યાયમંદિર ને સીટી મ્યુઝિયમ બનાવની ની જાહેરાત કરવા માં આવેલ છે તે, પણ મહત્વ નું આકર્ષણ રહેશે.
માંડવી, ચાર દરવાજા, તેમજ લક્ષ્મી વિલાસ પેલેસ, વગેરે નજીક હોવાથી સહેલાણી ઓ ને ફરવા માટે તેમજ ખરીદી માટે ના માર્કેટ મંગલબજાર, નવાબઝાર નજીક હોવા થી લોકો ને વડોદરા તરફ આકર્ષી ને વડોદરા ના ટુરિઝમ ને ડેવલોપ કરવા માં ઘણો લાભ થઇ શકે છે. સયાજીબાગ, આજવા, વડોદરા ની ઐતિહાસિક વાવો, કીર્તિમંદિર, કુતબુદ્દીન નો મકબરો, વડોદરા સેન્ટ્રલ લાઈબ્રરી, તાંબેકર વાડા, અને સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા સ્થાપિત વારસા ઓ ને સાર સંભાળ રાખી ને જો વડોદરા કોર્પોરેશન થોડા નક્કર પ્લાન બનાવે તો આ એક સુવર્ણ તક છે.
આ બધા માં સૌથી મોટી અડચણ રહેશે પાર્કિંગ ની સમસ્યા જે હાલ શહેર માં સૌથી મોટી સમસ્યા છે અને જન તરફ સતાધીશો નું ધ્યાન નથી ગયું. સ્માર્ટ સિટી ની રેસ માં કદાચ પાર્કિગ નું મહત્વ ઓછું હશે.
આશા રાખીયે કે, આ સુવર્ણ તક નો વડોદરા ના નેતા ઓ તેમજ કોર્પોરેશન ના વહીવટ કરતા લાભ ઉઠાવે અને વડોદરા ને પણ ટુરિઝમ માટે વિકસાવા ના પ્રયાસો કરે.