વડોદરા પોલીસે મમતા હોટલ પર દરોડો પાડી સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો
વડોદરા શહેર માં સ્પા હોટેલ તથા ગેસ્ટ હાઉસ ની આડ માં ચાલતા અનૈતિક દેહ વ્યાપાર ના ગોરખ ધંધા શોધી કાઢી તેને ડામવા માટે ટીમ બનાવી પી.સી.બી. જે.જે.પટેલ ના માર્ગદર્શન હેઠળ અંગત બાતમી મુજબ ” અકોટા વિસ્તાર માં વડોદરા રેલવે સ્ટેશન પાછળ આવેલ “મમતા હોટેલ” માં અનૈતિક રીતે દેહ વ્યાપાર નો ધંધો ચાલે છે અને ગ્રાહક પાસે થી 2000 મેળવી મહિલા પુરી પાડે છે”.
આ બાતમી ના આધારે ડમી ગ્રાહક ઉભો કરી બાતમી વાળી જગ્યા ગ્રાહક તરફ થી પોલીસે ને સિગ્નલ મળ્યા બાદ પોલીસ સ્ટાફ ના માણસો તથા મહિલા પોલીસ સાથે રેડ પાડી ને હોટેલ ના રૂમ માંથી ડમી ગ્રાહક, તથા ભોગ બનનાર મહિલા મળી આવેલ, અને બાતમી સત્ય સાબિત થયેલ.
જેથી મમતા હોટેલ ના માલિક તેમજ એજન્ટ સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવા માં આવી છે.