વડોદરા વાસી ઓ એ અત્યાર સુધીમાં માસ્ક ના પહેરવા બદલ કુલ 7,31,34,300/- દંડ ભર્યો
તારીખ 23.12.2020 ના રોજ વડોદરા શહેરના અલગ-અલગ વિસ્તારમાં અલગ અલગ ટીમોની રચના કરી માસ્ક ના પહેરવા અંગેના કેસો કરવામાં આવેલ જેમાં શહેર વિસ્તારમાં કુલ 1053 વ્યક્તિઓ પર કેસ કરવામાં આવેલ અને 10,53,000/- દંડ ની રકમ વસૂલ કરવામાં આવેલ છે.
આ ઉપરાંત હાલમાં કર્ફ્યુ ની અમલવારી ચાલુ હોય કર્ફ્યુ ચુસ્તપણે અમલ થાય તે માટે કર્ફ્યુ ભંગ કરનાર 15 વ્યક્તિઓ પર જાહેરનામાનો ભંગ હેઠળ કાર્યવાહી કરી ગુના રજીસ્ટર કરવામાં આવેલ છે.
અત્યાર સુધીમાં કુલ 1,04,388 વ્યક્તિઓ પર માસ્ક ના પહેરવા અંગેના કેસો કરી કુલ 7,31,34,300/– દંડની રકમ વસૂલ કરવામાં આવેલ છે તેમજ કુલ 823 વ્યક્તિઓ પર જાહેરનામાનો ભંગ હેઠળ કાર્યવાહી કરી ગુના રજીસ્ટર કરવામાં આવેલ છે.
આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે જેથી વડોદરા શહેરના તમામ નાગરિકોને ખાસ અનુરોધ કરવામાં આવે છે કે માસ્ક ફરજિયાત પહેરે તેમજ કર્ફયુ અને સોશિયલ ડિસ્ટન્સ ના નિયમોનું ચુસ્તપણે પાલન કરે જેથી કોઈ નવ સંક્રમણને અટકાવી શકાય.