સારંગપુર હનુમાનજી ને 21 કિલો સોના ના આભૂષણો અર્પણ
ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં ગઈ કાલે ધનુર્માસ અને પૂનમ નિમિત્તે હનુમાનજીદાદાને ૨૧ કિલો સોનાનાં આભૂષણોનો સુવર્ણ શણગાર કરવામાં આવ્યો હતો.
હનુમાનજીદાદાને નીચે મુજબ ના આભૂષણો અર્પણ કરવા માં આવ્યા છે.
-૧૦૦થી વધુ સોના – ચાંદીનાં હાર, નેકલેસ તથા ચેન
-૫૦૦ વીંટીઓ,
-૩૦૦ કડલા, તથા ૧૧ જોડી સોના – ચાંદીનાં કુંડલ,
-૮ સોના – ચાંદી અને હીરાજડિત મુગટ
-૧ સોનાનો વાઘો, ૧ ચાંદીનો વાઘો,
– ૫ સુવર્ણજડિત રૂદ્રાક્ષ માળા,
-૨ ચાંદીજડિત આંકડાની માળા
સહિતના સુવર્ણ અલંકારોનો શણગાર કરાયો હતો અને આભૂષણો ધરાવવામાં આવ્યાં હતાં. આ તમામ શણગાર નો હરિભક્તોએ ઘરે બેઠા ઑનલાઇન દર્શનનો લાભ લીધો હતો.